ચક્રવાત...
એક તારા ન હોવાથી,
મારા ખળભળેલા મનમાં,
થયો હ્ર્દયાઘાત છે,
શું આ જ ચક્રવાત છે?
તારી યાદોની ઉષ્ણતા,
તારા પ્રેમની શીતલતા,
વલોવાતા મારા ઝઝબાત છે,
શું આ જ ચક્રવાત છે?
ના રુદન, ન સ્મિત-હાસ્ય,
વમળનું છે તું કેન્દ્રબિંદુ,
ઘુમરાતું મારૂં આક્રાંત છે,
શું આ જ ચક્રવાત છે?
નયનોની અતિવૃષ્ટિમાં,
ભીતરે અને બહાર થતો,
ભારે ઉલ્કાપાત છે,
શું આ જ ચક્રવાત છે?
ઘટાટોપ વરસાદમાં,
તારા હાથનો ગરમ સ્પર્શ,
વહેતો લાગણી-પ્રપાત છે,
શું આ જ ચક્રવાત છે?