#ફોટોઓફધડે
સૌપ્રથમ વખત આપણી 'મિલ્કિવે' ગેલેક્સીની મધ્યમાં રહેલ સુપર મેસિવ બ્લેક હોલ 'Saggitarius A*'ની ઈમેજ લેવામાં આવી છે! આ ઈમેજ, ઈવેન્ટ હોરાઇઝન ટેલિસ્કોપ ધ્વારા લેવામાં આવી છે! કોઈ પણ ગેલેક્સીમાં રહેલ સુપર મેસિવ બ્લેક હોલની ઈમેજ આપણે લેવી હોય તો પૃથ્વી જેટલું મોટું ટેલિસ્કોપ જોઈએ પરંતુ તે અશક્ય છે! પરંતુ આપણી પાસે ઈવેન્ટ હોરાઇઝન ટેલિસ્કોપ છે જેને આ વાતને શક્ય બનાવી છે! આ ઈવેન્ટ હોરાઇઝન ટેલિસ્કોપ એ આઠ ટેલિસ્કોપ્સનો એક સમૂહ છે જેમાંના દરેક ટેલિસ્કોપ્સ પૃથ્વી ઉપર જુદી જુદી જગ્યાએ આવેલાં છે! આ ટેલિસ્કોપ્સ ધ્વારા પૃથ્વી ઉપરથી જુદી જુદી જગ્યાએથી ડેટા કલેકટ કરવામાં આવે છે અને આ ડેટાને આધારે ફાઈનલ ઈમેજ તૈયાર કરવામાં આવે છે!
આ પહેલાં પણ ઈવેન્ટ હોરાઇઝન ટેલિસ્કોપ ધ્વારા સુપર મેસિવ બ્લેક હોલની ઈમેજ લેવામાં આવી હતી જેને 'M87*' નામ આપવામાં આવ્યું છે! આ બ્લેક હોલ 'Messier 87' અથવા 'M87' નામની ગેલેક્સીમાં આવેલું છે આ ગેલેક્સી પૃથ્વીથી ૫૫ મિલિયન પ્રકાશ વર્ષ દૂર આવેલી છે! આ બ્લેક હોલનું દળ સૂર્યની તુલનાએ ૬.૫ બિલિયન ગણું વધારે છે!
'Saggitarius A*' પૃથ્વીથી ૨૫,૬૪૦ પ્રકાશ વર્ષ દૂર આવેલું છે! આ બ્લેક હોલનું દળ સૂર્યની તુલનાએ ૪.૩ મિલિયન ગણું વધારે છે!
-નીલકંઠ