માર્તંડ સૂર્ય મંદિર
માર્તંડ ગામ
અનંતનાગ
કાશ્મીર
સૂર્ય મંદિર:માર્તંડ સૂર્ય મંદિર કાશ્મીરની સુંદર વાદીઓમાં સૂર્યદેવની ઉપાસનાનું કેન્દ્ર રહ્યું છે, મુગલોએ નષ્ટ કરી દીધું હતું, હવે માત્ર અવશેષ છે
અનંતનાગ અને પહલગામની વચ્ચે આજે પણ આ મંદિરના અવશેષ છે, મંદિરનો ઇતિહાસ લગભગ 1700 વર્ષ જૂનો છે
ભારતમાં ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન અને કાશ્મીરમાં ચાર પ્રમુખ સૂર્ય મંદિર છે. ઓરિસ્સાનું કોણાર્ક સૂર્ય મંદિર, ગુજરાતના મહેસાણાનું મોઢેરા સૂર્ય મંદિર, રાજસ્થાનના ઝારલપાટણનું સૂર્ય મંદિર અને કાશ્મીરનું માતર્ડં મંદિર. ઓરિસ્સા, ગુજરાત અને રાજસ્થાનના સૂર્ય મંદિર તો સારી સ્થિતિમાં છે પરંતુ કાશ્મીરના માર્તંડ સૂર્ય મંદિરના માત્ર અવશેષ જ રહ્યાં છે
એવું માનવામાં આવે છે કે 7મી-8મી સદીમાં બનેલાં આ મંદિરને મુગલ આક્રમણકારીઓએ ખાસ નુકસાન પહોંચાડ્યું હતું. પહેલાં આ મંદિર ખૂબ જ સમૃદ્ધ અને સૂર્ય ઉપાસકો માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું હતું. પરંતુ કહેવામાં આવે છે કે, મુગલ કાળમાં આ મંદિર ઉપર અનેકવાર આક્રમણ થયાં. એટલે, આજે આ મંદિરના માત્ર અવશેષ જેવી અવસ્થામાં છે. જોકે, આ મંદિરનું મૂળ નિર્માણ 1700 વર્ષ પહેલાંનું માનવામાં આવે છે.
માર્તંડ મંદિર કાશ્મીના દક્ષિણી ભાગમાં અનંતનાગથી પહલગામના રસ્તામાં માર્તંડ નામનું સ્થાન છે. તેને કોરકોટા રાજવંશના શાસક લલિતાદિત્યે આઠમી સદીમાં બનાવ્યું હતું. આ મંદિર ઉપર ગાંધાર અને ગુપ્ત શૈલીનો પ્રભાવ છે. કારકોટા રાજવંશ કશ્યપ અને અદિતિની નાગવંશી સંતાન કર્કોટકના વંશજ અથવા ઉપાસક માનવામાં આવે છે.
માર્તંડ સૂર્ય મંદિરનું નિર્માણ મધ્યકાલીન યુગમાં 7મી થી 8મી સદી દરમિયાન થયું હતું. સૂર્ય રાજવંશના રાજા લલિતાદિત્યએ આ મંદિરનું નિર્માણ એક નાના શહેર અનંતનાગ પાસે એક પહાડી ઉપર કરાવ્યું હતું. તેની ગણના લલિતાદિત્યના પ્રમુખ કાર્યોમાં કરવામાં આવે છે.
આ મંદિરમાં 84 સ્તંભ છે. આ મંદિરને બનાવવા માટે ચૂનાના પત્થરોની ચોરસ ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તે સમયના કલાકારોની કુશળતાને દર્શાવે છે. આ મંદિરની રાજસી વાસ્તુકળા તેને અલગ બનાવે છે.
આ મંદિરને બનાવવા માટે ચૂનાના પત્થરની ચોરસ ઈંટનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે તે સમયના કલાકારોની કુશળતાને દર્શાવે છે. આ મંદિરની રાજસી વાસ્તુકળા તેને અલગ બનાવે છે. બરફથી ઢંકાયેલાં પહાડોની પૃષ્ઠભૂમિ સાથે કેન્દ્રમાં આ મંદિર આ સ્થાનનું ચમત્કાર જ કહેવામાં આવશે. આ મંદિરથી કાશ્મીર ઘાટીનું મનોરમ દૃશ્ય પણ જોઇ શકાય છે.