હું રાહ જોઇશ...
હર્દયનાં ઉંબરે આમ જ ઊભી,
યાદોનાં દિલમાં તોરણ સજાવી,
તમારી સ્નેહ સુગંધને શ્વાસોમાં સમાવી,
હું રાહ જોઇશ....
વર્ષાની બૂંદોને આંસુ સાથે ન વહાવિશ,
શિયાળાની ઠંડીમાં તમારી હૂંફ ઓઢી,
ઉનાળે તમારી પ્રીતની છાઉંમાં પોઢી,
હું રાહ જોઇશ....
હોળીના ગુલાલને હર્દયમાં સજાવી,
દિવાળીમાં આશાનાં દિવાને પ્રગટાવી,
તહેવારો તમારી કલ્પનાને સંગ ઉજવીશ,
હું રાહ જોઇશ....
ના !,યાદ કરી. બિલકુલ ન રડીશ,
પરીવારને તમારી કમી ન થવા દઈશ,
પણ આવો ત્યારે પ્રેમનો પૂરો હિસાબ લઈશ.
હું રાહ જોઇશ...
આપણા અંશનેય તમારી જેમ બહાદુર બનાવીશ,
દેશપ્રેમના પાઠો એનાં રક્તમાં સિંચીશ,
'મા કરતાં પેહલા માતૃભૂમિ' એ સમજાવીશ,
અમે તમારી રાહ જોઈશું...
અમે તમારી રાહ જોઇશું....
--- સરગમ
-Priyanka Chauhan