ભ્રમ અને હકીકત વચ્ચે જીવી રહ્યો છું,
અનેક બુરી આદત વચ્ચે જીવી રહ્યો છું.
પ્રયત્ન કરી રહ્યો છું હું છૂટવાના અહીંથી,
ને કોઈની ઈબાદત વચ્ચે જીવી રહ્યો છું.
પ્રતિક્ષાની પરિભાષા તો કોઈ સમજાવો,
શ્વાસોની શહાદત વચ્ચે જીવી રહ્યો છું.
હું હવે ખૂબથી જ અજાણ થઈ ગયો છું,
બધી ખોટી ખિદમત વચ્ચે જીવી રહ્યો છું.
લઈ પરચમ મહોબતનો ફરું દુનિયા વચ્ચે,
લાગણીની બગાવત વચ્ચે જીવી રહ્યો છું.
કોઈને આપવાનું અભિમાન કરતો મનોજ
ઈશ્વરની સખાવત વચ્ચે જીવી રહ્યો છું.
મનોજ સંતોકી માનસ