આત્મમંથન"પદ્ય"
ઊંડે ઊંડે સત્યના બીજ રોપવા કર્યો પ્રયત્ન અને બાધાઓ આવી ગઈ.
કહેવા જતા સત્ય ,ગુમાવતા ગઈ નજીકના દોસ્ત અને પોતિકાઓને.
મનથી આત્મ દર્પણમાં મૂક્યું મારું આત્મમંથન ,શું મારી કોઈ ભૂલ! ક્યાં થઇ હશે!
ભીતરથી આત્મમંથન દ્વારા જવાબ આવ્યો,અરે તું સત્ય સાથે ચાલતી જા,
કડવું હોય સત્ય અને જૂઠ હોય મીઠું પણ સરવાળે થાય સત્યનો જ વિજય .
છેવટે આત્માના અવાજ સાથે ચાલતી હું ,નવી મંજિલની સીમા પામી ગઈ.
થઈ જાવ જિંદગીમાં જ્યારે નાસીપાસ દોસ્ત,તો કરજો આત્મમંથન દિલથી .
હંમેશા દરેક સવાલના જવાબમાં આત્મમંથન સાથે હોઈ સફળ થઈ જવાય.
પ્રજાપતિ ભાનુબેન બી "સરિતા"
-Bhanuben Prajapati