જય ગરવી ગુજરાત..
મારું ગુજરાત
મારા ગરવી ગુજરાતમાં બધું જ છે.. મંદિર, મસ્જિદ, પૈસા, ખાવા, પીવાનું, દરિયો, નર્મદા નદી, બધું જ. બસ શિક્ષણ બેકાર છે..
બાળમંદિરથી કોલેજ સુધી ડિગ્રી તો મળી જાય છે પણ કામ આવે છે માત્ર ભાગુસબા, ઘડિયા. કોલેજમાં માત્ર થીયરી પર ભાર મૂકવામાં આવે છે. Practical નો અભાવ છે. પરિણામે બેરોજગારી ઉદ્ભવે છે. નોકરી શોધતાં પહેલાં જ અનુભવ માંગે. ક્યાંથી લાવે અનુભવ? એમાં ઠેર ઠેર ભ્રષ્ટાચાર. સરકારી નોકરી માટે પડાપડી. ફોર્મ ભરવાનું અને જેનાં પર પૈસા હોય એ લાખો રૂપિયા ભરીને નોકરી લઈ લે. એમાં વર્ષોથી મહેનત કરનારા છોકરા છોકરી લથડી ખાય. સરકાર ભરતી કરતી નથી. એમાં મોદી બધું વેચવા બેઠો છે. પગાર વધતો નથી પણ પગાર કરતાં ડબલ ખર્ચો થઈ ગયો છે. બચતનું નામોનિશાન નથી પણ દેવું માથા પર રોજ વધે છે.
કોરોના પછી બેરોજગારીએ ભયંકર રૂપ ધારણ કર્યું છે. ઉપરથી પેટ્રોલ, ડીઝલ, ગેસ, વધતાંની સાથે પરિસ્થિતિ કપરી બની ગઈ છે. જે દાઝયા ઉપર ડામ આપવાનું કામ કરે છે. આજે મોજશોખ વધ્યાં છે, છતાંય મોજશોખ બાજુ પર રાખીએ તો પણ પગાર ઘર ખર્ચમાં જ પુરો થઈ જાય છે. ઘરમાં બે વ્યક્તિનો પગાર પણ ઓછો પડે છે.
આટલું તો સારાંશ પણ ન કહી શકું. પણ એટલું જરૂર કહીશ કે, ગુજરાતમાંથી જ્યારે ભ્રષ્ટાચાર (આખા ભારતમાં પણ છે જ) નાબૂદ થશે. શિક્ષણ મૂળમાંથી બદલાશે ત્યારે ગુજરાત એક નંબર પર જરૂર આવશે. શિક્ષણ આપણા ગુજરાતનું ભવિષ્ય છે. અત્યારે જે બેરોજગારી છે જેમાં 1000 ની ભરતી પર લાખો વિધાર્થીઓ ફોર્મ ભરે જે અનુસ્નાતક હોય છે. એની સરખામણીમાં જો શિક્ષણમાં બદલાવ ન કરવામાં આવે તો વિચારો કે, આપણી આવનારી પેઢીનું શું થશે ????
બાકી આપણું ગુજરાત અવ્વલ નંબરે છે જ. એટલે જ આખા ભારતમાંથી લોકો રોજગારી માટે આવે છે. ગર્વ છે મારાં ગુજરાત પર...