આતુરતા
ટ્રેનમાં એકલી બેસેલી હું. સફર વલસાડથી અમદાવાદ. સામે વૃદ્ધ દંપતી જેવું બેઠું છે. ઉંમરે 60 70 વર્ષની આસપાસ લાગે છે. મને એકલી જોઈને પૂછયું. ક્યાંથી બેઠી તું? ક્યાં જવાની તું? અમદાવાદ કેમ જાય છે?? વગેરે સવાલો એમનાં અને મને જવાબ આપવાનો ત્રાસ.. છતાં એક સવાલ એમનો હતો, "તું એકલી છે" ?? મેં કીધું, "હા".. બંને શોકમાં જેવાં આવી ગયા.. એમને જાણ નથી કે, આજની છોકરી હવે એકલી છે પણ, નીડર છે. બહારની દુનિયા સાથે અવગત થવા, જોવાં, જાણવા એકલું ફરવું જરૂરી છે.
શું કહેવું તમારું???