અંતકાળે રહે સ્મરણ તમારું હરિવર એ યાચના મારી.
પછી ના રહે માયા તારું મારું હરિવર એ યાચના મારી.
દીનબંધુ, દયાનિધિ, ભક્તવત્સલ ભગવંત રીઝો આજે,
શાંતિ મનોમન રહે આવકારું હરિવર એ યાચના મારી.
ના રહે કશોય ઉચાટ, ભય કે લાલસા લેશમાત્ર સતાવે,
આગમન તમારું પ્રભુજી ધારું હરિવર એ યાચના મારી.
ઝાંખી થાય જગત્પતિ રઘુનંદન પંચાયતન સમેત રામ,
દેહ છૂટતાં તમને સતત સંભારું હરિવર એ યાચના મારી.
રઘુનંદન તમારાં ચરિત્રો મનમાં રહે અવિરત રમતાં પ્રભુ,
સતત સતાવતી ઈચ્છાને વિદારું હરિવર એ યાચના મારી.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.