ગુજરાતી રસધારા (પદ્ય)ગૃપમાં
મારી રચનાને દ્વિતીય વિજેતા હરોળમાં સ્થાન આપવા બદલ નિર્ણાયિકા પાયલબેન ઉનડકટનો નો ખૂબ ખૂબ આભાર 🙏 🙏 🙏
તથા ગૃપ એડમીનશ્રી તથા અન્ય સભ્યોનો પણ ખૂબ ખૂબ આભાર 🙏🙏 🙏
શબ્દ - "ઘા"
શિર્ષક - "કટારનો ઘા"
બંધારણ - અછાંદસ
મજા ક્યારેક છે જે ના માં એ નથી હોતી હા માં;
જીભના ઘાના દર્દ જેવુ દર્દ નથી થાતું કટારના ઘામાં
શબ્દો તમે બોલજો મિત્રો એક એક તોલી તોલી,
પછી તો કાંઇ નથી વળતું પાછળથી પસ્તાવામાં;
એકલાં બેસી કરી જોયો આજ નશો મેં મદિરાનો,
એ નશો ના મળ્યો જે હતો મિત્રો સાથેની ચા માં;
આંગળી પકડી પિતાની આગળ વધી શકે સંતાન,
પણ, ટોચે પહોંચાડવાની ક્ષમતા છે માની મમતામાં;
લાગે છે "વ્યોમ" તેં પામી લીધો છે જીવનનો સાર,
પણ, કાચો હજુ રહી ગયો પોતાને ઓળખવામાં;
...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. રાપર, હાલ - આદિપુર (કચ્છ)