ફક્ત સપના ચાર લૈને જીવે છે,
તોયે કેવો ભાર લૈને જીવે છે.
નામ છે એની નનામી તો હશે,
અશ્રુ કાં ચોધાર લૈને જીવે છે?
ઘરને રોશન રાખતો એ દીવડો,
ખુદમાં અંધાર લૈને જીવે છે.
ત્યાં પ્રભુએ તો કરૂણા આંજેલી,
આંખે એ અંગાર લૈને જીવે છે!
દીકરી, મા, બહેન, ભાર્યા, સ્ત્રી તું પણ,
કેટલા અવતાર લૈને જીવે છે!
એક હાથે તૂટવાનું શ્વાસનું,
એક માં ૐ કાર લૈને જીવે છે.
દાસ એ ચરણોનો થાશે 'કૌશિક ',
જે અલખનો તાર લૈને જીવે છે..
*- આ તો મારી વાતો છે,,,,કૌશિક પટેલ*