સંકટો આવે ભલે, પણ સત્યતા છોડીશ ના,
તુ ખુમારી રાખજો, પણ નમ્રતા છોડીશ ના.
શુદ્ધ સોનુ હોય તેની તો કસોટી થાય છે.
છોડજે લઘળુ પરંતુ અસ્મીતા છોડીસ ના.
અસત્યો સામે સદાયે યુદ્ધ તો કરવાં પડે;
લેજે લડી ચારિત્ર્ય કેરી શુદ્ધતા છોડીશના.
પુષ્પ સામે પુષ્પ થા ને વજ્ર સામે વજ્ર થા;
વિપતિ ને વખતે ય તારી વીરતા છોડીશ ના.
હોય જવુ જો કિનારે, લે હલેસુ હાથ માં,
કાયર બની ને હામ કે તુ ધીરતા છોડીશ ના...
-KAUSHIK PATEL