Gujarati Quote in Poem by Priyanka Chauhan

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

* સદીઓનું સ્નેહ બંધન *

કૃષ્ણ જ્યારે મથુરા જાય છે ત્યારે રાધા ને કૃષ્ણ વચ્ચે થયેલા ઍક કાલ્પનિક સંવાદને કાવ્ય રૂપે લખવાનો પ્રયત્ન કર્યો છે...

મૂંગા મંતર ઝાંઝર ને,
ખોવાયો ક્યાં કંગનનો રણકાર,
સ્તબ્ધ થતાં શ્વાસો ને,
કોણ ધકેલતું હર્દયને ધબકાર,
ઝાંખીપાંખી આંખોની ચમક ને ,
વાણીમાં કંપન કેમ પારાવાર,
એવું તે શું જાણ્યું વ્હાલી,
મૌન થઈ ગઈ વાતોની વણઝાર....?

કેવા કેવા સંયોગ રચે તું,
વિયોગે તને હશે ક્યાં અમારી દરકાર...
શા કાજે તું ગોકુળ છોડે,
અહીં પણ તો છે સ્નેહની સરકાર...
તોય તારે જાવું હોય તો જા,
મોકલીશ ના યાદો કે આંસુની ભરમાર...
પીઠ ફેરવી રિસાતી રાધા,
મનેકમને કાનાને દે છે જાકાર...

સાંભળ વ્હાલી, ક્યાંય રહું તોય,
તુજ રેહશે મારા જીવનનો આધાર.
એક જન્મની વાત નથી આ,
સ્નેહ બંધન તો છે સદીઓથી બરકરાર...

--- સરગમ

Gujarati Poem by Priyanka Chauhan : 111799778
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now