મારા અને તારા સંબંધોની કડી સ્નેહ
બંધનમાં બંધાયેલું છે,
મારા અને તારા વિશ્વાસની દોરી સ્નેહ બંધનથી જોડાયેલું છે....
છે આપણી વચ્ચે પ્રેમનું અનોખું બંધન, કયારેય પણ નહીં તૂટે,
હૈયા કેરું હેતનું અતૂટ સગપણ સ્નેહ બંધનમાં સચવાયેલું છે...
ભલે આપણી વચ્ચે થતાં હોય દરરોજ રિસામણા ને મનામણા,
પણ લાગણીકેરો પ્રેમનો ભીનો અહેસાસ તો સ્નેહ બંધનમાં છવાયેલું છે....
દરાર પાડવાની તો ઘણાંએ કોશિશ કરી છે આપણા સંબંધોમાં,
ભૂલથી પણ નહીં તૂટે એવું જોડાણ સ્નેહ બંધનમાં સંધાયેલું છે....
કયારેક હસાવી ને કયારેક રડાવી જાય એવી છે આપણી અજીબ યાદો,
આપણું આ ચંચળ મન સ્નેહ બંધનના વિચારોમાં જ ખોવાયેલું છે...
મારા અને તારા સ્નેહ બંધનની વાત જ કંઈક ખાસ ને નિરાલી છે,
બધીજ વાતોની ખટ્ટી મીઠો યાદો સ્નેહ બંધનમાં જ સમાયેલું છે...
-Bhargav Jagad