કાલ ની દિકરી આજે વહુ થઈ ગઈ,
નીરાતે ઉઠતી આજે પરોઢિયે ઊઠતી થઈ ગઈ.
તૈયાર "ચા" બેડ પર પીતી આજે ચા બનાવતી થઇ ગઈ,
મમ્મી સાથે માથાકૂટ કરતી એ સાસુ સામે શાંત થઈ ગઈ,
રોજ નીત નવા ડ્રેસ પહેરતી આજે સાડી પહેરતી થઈ ગઈ,
પોતાનું ધાર્યું કરનારી આજે પતિનું ધાર્યું કરતી થઈ ગઈ,
રોજ છૂટથી પૈસા વાપરતી દીકરી આજે શાકભાજીના ભાવ કરાવતી થઈ ગઈ,
અંતે પિતા કહે છે મારી "વ્હાલી દીકરી" સાસરિયામાં "સુખી" થઈ ગઈ.....
:::::: રંગમંચ:::::
-H-