"રવિવાર ની રજા "
આજે રવિવાર છે બધા ખુશ છે કે આજે રવિવાર ની રજા હોવાથી કામ થી પણ રજા મળશે દાદા -દાદી ખૂબ જ ખુશ છે બાળકો ને શાળા એ રજા હોવાથી સાથે રમવા અને રહેવા મળશે પતિ પણ ખુશ છે કેમકે ઓફિસ નું કોઈ એક્સ્ટ્રા કામ ન હોવાથી આજે રવિવાર ની રજા ચિંતા મુક્ત થઈ માણી શકશે બધા ખૂબ જ ખુશ હોય છે અને આજે રજા હોવાથી નવા નાસ્તા અને રસોઈ માં નવી વાનગી ઓની ફરમાઈશ થવા લાગે છે રસોડા મા ઉભેલી ગૃહણી મનમાં વિચારે છે કે મારે આજે રવિવાર હોત તો કહેવું સારું થાત મનમાં થોડા દુઃખ સાથે પરિવાર ની ખુશી માં ખુશ થાતી ગૃહણી ફરમાઈશ પ્રમાણે ના નાસ્તા ની તૈયારી માં લાગી જાય છે અને ઘરના અન્ય સભ્યો પણ રવિવાર ની રજા નો આનંદ માણવા લાગે છે દાદા -દાદી બાળકો સાથે રમવા લાગે છે પતિ ટીવી જોતા જોતા મિત્રો સાથે ફોન માં સાંજે ફરવાનો પ્રોગ્રામ બનાવવા માં વ્યસ્ત થઈ જાય છે કોઈ નું ધ્યાન ગૃહણી તરફ જતું નથી કે કોઈને એવો વિચાર પણ આવતો નથી કે કાયમ ઘરનું સમયસર કામ કરી આપતી ગૃહણી ને પણ ક્યારેક રવિવાર ની રજા ની જરૂર પડે છે
હેતલ. જોષી... રાજકોટ

Gujarati Good Morning by Hetaljoshi : 111799460

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now