લખવા માટે ડાયરી ટૂંકી પડે છે ને વાર્તા અધૂરી રહી ગઈ,
લખવા માટે સમય ઓછો પડે છે ને વાર્તા અધૂરી રહી ગઈ...
કયારેક શબ્દો યાદ નહીં આવેને મન વિચલિત થઈ જાય,
વિચારોમાં સમય બરબાદ થઈ ગયો ને વાર્તા અધૂરી રહી ગઈ...
શું લખું અને કેવી રીતે લખું એની મૂંઝવણ હંમેશાં સતાવતી હોય,
મન પરેશાન થઈ ગયું નકામી ચિંતામાંને વાર્તા અધૂરી રહી ગઈ...
આ સારું લાગશે કે ખરાબ લાગશે એવું આપણને થયાં કરે,
કોઈ શું કહેશે કે વિચારશે એમાંજ વાર્તા અધૂરી રહી ગઈ....
બીજાને ખૂશ કરવામાં પોતાના શોખ ને ખૂશી
ભૂલાવી દીધી,
અન્યની ભલાઈ કરતાં રહ્યાં ને વાર્તા અધૂરી રહી ગઈ....
શબ્દો પણ ખૂટી પડ્યાંને વિચારો પણ આવતાં બંધ થઈ ગયાં,
જયારે લખવાનું હતું ત્યારે લખાયું નહીંને વાર્તા અધૂરી રહી ગઈ.....
-Bhargav Jagad