પૂછે નહીં બીમારી નું એ કારણ તો સારું છે
મળવા એ આવે એજ તો કારણ બીમારી નું છે
પીડા એવી રહી ગઈ આ દિલ માં એની
એના ગયા પછી પણ કોઈ દવા ન મળી એની
સપનાઓ તૂટે કે દિલ તૂટે અવાજ તો હવે નહીં જ આવે
તકલીફ જે આપે છે એ હવે આશ્વાસન પણ નહીં જ આપે
મજબૂત થા એ દિલ હવે આશું ઓ વ્હાવવા થી પણ એ હવે પાછા તો નહીં જ આવે
લાગણીઓ એમ ક્યાં બંધાયેલી રહે છે
કોઈ આવે છે અને એને જોઈ ફરી મહેકવા લાગે છે
જીંદગી માં કેટલા પડાવ આવી અને વહી ગયા
કેટલાક તારી સાથે અને કેટલાક તારા વિચારો માં વહી ગયા
હેતલ. જોષી... રાજકોટ