દરેક લેખક એક માનસિક હતાશા અનુભવે છે
કારણ કે એ એક સાથે બહુ બધા પાત્રો જીવે છે
એમનું દુઃખ અનુભવે છે
એ દુઃખ અનુભવતા એને દુનિયાનો અણગમો આવે છે
પછી તે હતાશ થાય છે
પણ જલદી જ એને આ પરિસ્થતિ માંથી બહાર આવવું પડે છે.
કારણ કે એક નવી વાર્તા શબ્દોની રાહ જોઈને બેઠી હોય છે.