એ સપના વિનાની રાત તો ગુજરી ગઈ,
પણ હજું એ સ્વપ્ન પુરુ થવાનું બાકી છે...
એ સપના વિનાની રાત તો જોવાઈ ગઈ,
પણ હજું તારું સ્વપ્ન જોવાનું બાકી છે....
એ સપના વિનાની રાત તો ભૂલાઈ ગઈ,
પણ હજું એ સ્વપ્ન યાદ કરવાનું બાકી છે...
એ સપના વિનાની રાત તો આશ જગાડી ગઈ,
પણ હજું એ સ્વપ્ન સાથે મિત્રતા નિભાવાનું બાકી છે...
એ સપના વિનાની રાત તો ઘણું બધું શીખવી ગઈ,
પણ હજું એ સ્વપ્ન સાથે વિહારવાનું બાકી છે...
એ સપના વિનાની રાત તો એક વાત સમજાવી ગઈ,
આપણે જોયેલું એક સ્વપ્ન સાકાર થવાનું બાકી છે...
-Bhargav Jagad