અનામિકા ભૂતકાળના સંસ્મરણો યાદ કરીને ખૂબજ રળી.. કેટલી બધી યાદો ના સંભારણા.. તેને વર્તમાનની પરિસ્થિતિના સંજોગોને કારણે થયેલ વ્યગ્ર મનને ચિંતાથી મુક્ત કરવા માટે થઈને એ સંભારણા મદદરૂપ થતા. જ્યારે પણ તે એકાંત અનુભવતી ત્યારે જૂના સંસ્મરણો વાગોળતી અને એ સંસ્મરણો વાગોળતા વાગોળતા જ ખૂબ જ રડતી અને જાણે એવું મહેસુસ કરતી કે ઘેરાયેલા વાદળો વરસી જાય પછી જેવું સ્વચ્છ આકાશ દેખાય તેવું તે પોતાની જાતને મેહસુસ કરાવતી. અને તે પોતાની જાતને રિલેક્સ ફિલ કરાવી ને બેડ રૂમ ની બાલ્કની માંથી જ્યારે સામેનો અદભૂત નજારો વૃક્ષો, પક્ષીઓ નિહાળતી હતી ત્યારે એવું અનુભવ્યું કે ન જાણે કેટલીય અજાણી આંખો, ઓળખીતા લોકો તેને નિરખી રહ્યા છે. અને જાણે કોઈ ધીમો ગણગણાટ કાનમાં સંભળાય છે કે હા હજુ તો દસ જ મહિના થયા છે પણ જોતો ખરા છે જરાય અસર... અનામિકા વિચારી રહી હતી કે જે દુઃખ જે પીડા હું અનુભવી રહી છું તેનો અણસાર પણ નથી આ લોકોને અને મારા ચહેરા પરના એક સ્મિતથી કેટલું બધું અનુમાન કરીલે છે આ લોકો વળી પાછી તેણે પોતાની બાલ્કની ની વિન્ડો તેણીએ ક્લોઝ કરી... બિંદુ.
06:03 PM 12/04/22