Gujarati Quote in Jokes by Mahendra Sharma

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મજાની વાત કહું.

એક સગાવાળા હતા, અમે પારિવારિક પ્રસંગોમાં મળીએ એટલે વાતો થતી કે શું નવું લાવ્યા ઘરે વગેરે.

કોઈપણ વસ્તુ અમે ખરીદી કરી છે એમ કહું એટલે ભાવ પૂછે, હું ભાવ કહું એટલે કહે, ' અરે યાર તમે છેતરાઈ ગયા, આ વસ્તુ તો હજી સસ્તી મળી હોત, મારો આ ફલાણા ભાઈબંધ છે, ખૂબ સસ્તી આપે છે, બીજી વખત મંગાઓ ત્યારે કહેજો" પણ હવે ઘણી વસ્તુઓ તો બીજી વખત ખરીદાય નહિ એટલે આ ભાઇનું કહેલું વાક્ય એટલે ' તમે છેતરાઈ ગયા ' સનાતન સત્ય તરીકે ચોંટી જાય.

આ સનાતન સત્ય જ્યારે ઘરના લોકો એટલે માં કે ધર્મપત્ની સાંભળે એટલે એમને પેલા સગાવાળા પ્રત્યે માન ઊભો થાય કે એમને સાચો ભાવ કીધો અને મારા પર દયા કે ઘૃણા આવે કે સાલું રોજ છેતરાઇને આવે છે, મને પણ થતું કે યાર આ ભણવું ગણવું નકામું, કેમ છેતરાવવું રોજ.

પછી મને એક ટ્રિક સુજી કે ચાલો ભાઈની પરીક્ષા લઈએ એટલે ખબર પડે કોણ છેતરાઈ જાય છે. મેં અમુક વસ્તુ ખરીદવા સીધો એમને સંપર્ક કર્યો અને કહ્યું આ વખતે તમે જ લઈ આપો. ભાઈ બે દિવસ સુધી ફોન કરે નહીં, પછી હું કરું તો કહે, અરે યાર બહુ બીઝી છું, બહુ મોટું કામ કરી રહ્યો છું પણ કાલે કહું.

એવું બે ત્રણ વખત યાદ કરાવું તો એક વખત ફોન આવે, કે આ ભાવ છે. હું કહું સારું લઈ લો, પછી કે કેટલી સંખ્યામાં જોઈએ? હું વિચારમાં પડી જાઉં, કે ઘર વપરાશ માટે તો એક કે બે જોઈએ ને. પછી કહું ચલો ૨ લઈ લો. તો જવાબ મળે , એમ ૨ જ જોઈએ, તો તો નહીં મળે, મારો મિત્ર તો હોલસેલ કરે છે, તમે દુકાને થી જ લઈ લો ને, પણ જો જો છેતરાતા નહીં.

આ મેં એક વખત નહીં મેં કેટલીય વખત પરિક્ષા કરી, ભાઈના આજ લક્ષણ. કેટલીય વખત આખા ગામ કરતા હોલસેલમાં પણ વસ્તુ મોંઘી કહે, પછી આપણે ના પાડવી પડે.

શિખામણ: એ ભાઈ કુટુંબની સ્ત્રીઓ સામે પોતે હોંશિયાર છે એવું દેખાડવા આવી દલીલો કરતા, રોજ મને મુરખ સાબિત કરતા, પણ ખરેખર જો પરીક્ષા કરી તો ખબર પડી ભાઈ કંઈ છે નહીં બસ કારણ વગર લોકોને પોતાને હોંશિયાર સાબિત કરવાની હરીફાઈ કરવી હોય છે. કારણ કે ભાઈને એવું કે ભણેલા લોકો જલદી મુરખ બનતા હોય છે.

બસ યે સોચ બદલની હૈ...

Gujarati Jokes by Mahendra Sharma : 111798277
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now