ગુજરાતી રસધારા (પદ્ય)માં
મારી રચનાને તૃતીય વિજેતા હરોળમાં સ્થાન આપવા બદલ નિર્ણાયિકા અલ્પાબેન વસા "કાવ્યાલ્પ" નો ખૂબ ખૂબ આભાર 🙏 🙏 🙏
તથા ગૃપ એડમીનશ્રી તથા અન્ય સભ્યોનો પણ આભાર 🙏 🙏
શબ્દ - "વાંક"
શિર્ષક - "વાંક કોનો"
બંધારણ - અછાંદસ
ભર વસંતમાંય સુકાતાં જાય પાન વાંક કોનો?
ને પાનખર પહેલાં વધી જાય તાપ વાંક કોનો?
ભૂલકાની ચિચિયારીથી ગુંજતું પાદર એક દિ,
હવે સૂનકારમાં સરકતું જાય ગામ વાંક કોનો?
જ્યાં વડીલોની વાતોથી ચહેકતો'તો ચોરાહો,
ચૂપ છે નાના-નાની, દાદા-દાદી બાગ વાંક કોનો?
જેના માથા મસાણે ને ધડ લડતાં' તા ધિંગાણે,
બસ કિતાબમાં રહી ગઇ એ વાત વાંક કોનો?
છોડી ગામડાનું વન ને વસાવ્યાં કોંક્રીટ જંગલ,
"વ્યોમ" હવે કહીએ કે વધ્યો બાફ વાંક કોનો?
...©વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. રાપર, હાલ - આદિપુર (કચ્છ)