આસોપાલવનાં તોરણીયા બંધાવો આજ,
આંગણીયે સુગંધી ફુલડાં પથરાવો આજ,
અંતરમન ના દિવડાઓ પ્રગટાવવો આજ,
આજ મારાં પ્રભુ શ્રી રઘુનાથજી પધારશે.
જય બોલો જય બોલો શ્રીરામજી કી જય.
સરિયુના નિર્મલ જળથી નવડાવો આજ,
સાચાં મોતીડાં ની માળા પહેરાવો આજ,
સુગંધી અત્તર અને રેશમી વસ્ત્રો ધરાવો આજ,
આજ મારાં પ્રભુ શ્રી રામચંદ્રજી પધારશે.
જય બોલો જય બોલો શ્રીરામજી કી જય.
નગરમાં નોબત ને શરણાઈ વગડાવો આજ,
અંબીલ ગુલાબના રંગો આકાશે ઉડાવો આજ,
અયોધ્યા નગરીને સૂવર્ણથી સજાવો આજ,
આજ મારાં નાથ શ્રી રઘુનંદનજી પધારશે.
જય બોલો જય બોલો શ્રીરામજી કી જય.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા