કયારે પણ છોડીને નહીં જાવ એવું હંમેશાં બોલતી હતી,
અંધારામાં પણ એ પડછાયાની જેમ સાથે જ રહેતી હતી...
બધી જગ્યાએ એ પડછાયાની માફક ઉભી જ હોય,
જીવનમાં બધાથી વધારે એ મને વ્હાલી લાગતી હતી...
અચાનક એવું તો શું થયું એને કે મારાથી દૂર થઈ ગયી,
ખબર નહીં પડી કેમ કે જીવથી વધારે મને ચાહતી હતી....
અંધારાથી ડર નહીં લાગતો જેટલો એના નારાજગીથી ડર લાગે,
ભૂલ થઈ જાય કોઈકવાર તો એ પ્રેમથી સમજાવતી હતી....
શું થયું ,કેમ આવું થયું એ વિચારમાં આંખોમાં આંસુ આવી જાય,
જરાક મને કંઈ થાય તો મારા કરતાં વધારે રડતી હતી...
અંધારામાં જેમ પડછાયો સાથ છોડી દેય એમ છોડીને જતી રહી,
પ્રેમ હતો કે વહેમ હતો એ વાત મને વાત મને તકલીફ આપતી હતી....
-Bhargav Jagad