આ હૃદય થી મ્હોં સુધી નો રસ્તો કેટલો લાંબો રહ્યો હશે...
માણસ પણ ઘણીવાર એના લીધે હાર્યો હશે...
કેટલીય લાગણીઓ શબ્દો સુધી પહોંચતાં ભૂલી પડી હશે...
ક્યાંક બેસી કોઈ સથવારા ની રાહ જોતી હશે...
કેટલીક થાકી ને વિખરાય ગઈ હશે...
ને કેટલીક તો સમયના પ્રહરે ચગદાઈ ગઈ હશે...
પણ,કેટલીક એટલી અક્કડ અને પાકી થઈ હશે...
જે હૃદયનાં કોઈક ખૂણે સંઘરાઈ રહી હશે...
કોઈક દિવસ જરૂર એ શબ્દોમાં પરોવાય જશે...
અને હૃદયના એ ખૂણામાં આનંદ ભરાય જશે...
-Tru...