મને ખબર નથી કે તું જ મારું ભાગ્ય છે
છતાં મને તારા વિશે ભગવાનને પૂછવું ગમે છે....
મને ખબર નથી કે મારી પાસે અધિકાર છે કે નહિ
પણ મને તારી સંભાળ રાખવી ગમે છે......
મને ખબર નથી કે તને પ્રેમ કરવો ઠીક છે કે નહિ
પણ મને તને પ્રેમ કરવો ખૂબ જ ગમે છે......
આપણે સાથે હોઈએ કે ના હોઈએ
પણ મને સપના જોવા ગમે છે......
મને ખબર નથી કે તું મારી છે
પરંતુ તને મારું કહેવું ગમે છે.....
મને ખબર નથી કે તને મારો ગુસ્સો ગમે છે કે નહીં
પરંતુ મને તારા પર ગુસ્સે થવું ગમે છે......
મને ખબર નથી કે તને મારી મસ્તી ગમે છે કે નહિ
છતાં પણ મને તારી સાથે મસ્તી કરવી ગમે છે....
મને ખબર નથી તને મારા આ શબ્દો ગમે છે કે નહિ
છતાં પણ મને તારા માટે લખવું ગમે છે......✍🏻