Gujarati Quote in Motivational by HETAL Pranami

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરેક વ્યક્તિને લાગે છે કે જીંદગી ગૂંચવણ ભરેલી છે. જીંદગી ક્યારેય સમજાતી જ નથી,પણ જીંદગીને સમજવાની જરૂર જ નથી.જીંદગીને જેટલો સમજવાનો પ્રયત્ન કરશો એ એટલી જ ગૂંચવણ ભરી લાગશે. જીંદગીને સમજવામાં નહી જીવવામાં મઝા છે. સ્વાભાવિક છે જ્યારે જીંદગીમાં જે જોઈએ છે તે મળતું નથી અથવા તો ઈચ્છા મુજબનું થતું નથી ત્યારે વ્યક્તિ દુઃખી થાય. વ્યક્તિ તેના નસીબનો વાંક કાઢે છે. પણ તેમાં થોડો વાંક તો વ્યક્તિનો પણ હોય છે. Problems તો દરેકની લાઈફ માં આવે છે. પણ દરેક સમસ્યાનો સકારાત્મક રહીને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. Human nature છે કે તેમનું ધ્યાન સૌથી પહેલાં નકારાત્મકતા પર જ જાય છે. જીંદગીમાં જે થઈ રહ્યું છે તેની નકારાત્મક બાજુઓને જ જોવે છે. Positive sites પર તો તેમનું ધ્યાન જતું જ નથી. આના કારણે દરેક સમસ્યા વધારે ગૂંચવણ ભરી લાગે છે. Psycological fact છે મનુષ્ય જેવું વિચારે છે તેવું જ થાય છે. વ્યક્તિના જીવનમાં જે થઈ રહ્યું છે તે તેના જ વિચારો છે.એટલે જ હંમેશા positive thinking કરવું જોઈએ.જ્યારે તમે nagative thinking કરો છો તો તેવું તે જ ક્ષણે થાય છે. નકારાત્મકતા માનવીના મગજમાં આવતાં જ તેનું કામ શરૂ કરી દે છે. નકારાત્મક વિચારોની માનવીના જીવન પર તરત જ અસર થાય છે.એટલે જ હંમેશા સકારાત્મક રેહવું જોઈએ. Problem કેટલો પણ મોટો કેમ ના હોય તે solve thi શકે છે. દુનિયામાં એવી કોઈ પ્રોબ્લેમ નથી જેનું સોલ્યુશન ના હોય.જ્યારે સમસ્યા આવે છે ત્યારે તેની સાથે સમાધાન પણ આવે જ છે બસ આપણે જરૂર છે તો એને શોધવાની. વ્યક્તિની હાર તેમાં નથી કે તે સમસ્યાનું સમાધાન કરી શકતો નથી પણ તે પ્રયત્ન કર્યા વગર જ સમસ્યાથી ડરી જાઈ છે તેમાં જ તેની હાર છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ સમસ્યાનો ઉકેલ લાવવાનો કે સમસ્યા સામે લડવાનો નિર્ણય કરે છે ને તેમાં જ તેની જીત છે.હા સમય લાગશે પણ જીત થશે જ. કેટલાક કામ પાછળ ખૂબ સમય આપવો પડે છે પણ જેટલો વધારે સમય આપીએ કામ એટલું જ સારું થાય.ક્યારેક ખુશીઓની બહુ મોટી કિંમત ચૂકવવી પડે છે,પણ કિંમત જેટલી મોટી ખુશી પણ તો તેટલી જ વધારે હોય છે. લાઇફની આજ તો philosophy છે જેને સમજાય એના માટે લાઈફ easy છે જે ના સમજી શકે એના માટે complicated. પણ વાસ્તવિકતા તો એ છે કે લાઈફ બહુ beautiful છે..!!

Gujarati Motivational by HETAL Pranami : 111796142
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now