...
જો, ડાળ પરથી પાન ધરા પર ખરી ગયા,
એવી જ રીતે અંત ને પણ ઓળખી ગયા.
વિશ્વાસ કોઈ પર ન હવે આવશે કદી,
નહોતું મેં ધાર્યું એ જ મને છેતરી ગયા.
આખર લગી પ્રણયનો વહેવાર સાચવ્યો,
કંકોતરી લખી એ મને નોતરી ગયા.
દુરથી બતાવી રોજ કહે કે અસલ છે આ,
કાગળના ફૂલ છે એ અમે પારખી ગયા.
અફસોસ એનો કરવો નહી કોઈ દી પ્રશાંત,
આ બાગમાં ફુલો જે હતા મોસમી, ગયા.
-પ્રશાંત સોમાણી