આવ્યો ચૈતર, આવી નવરાત્રી,
જગતજનની નવદુર્ગાની અસવારી,
ઘટસ્થાપી આહ્વાન કરાયું,
બેનડીઓ સંગે આમંત્રણ અપાયું,
દરવાજે કોકે ગુડી ઉભરાવી,
કોકે બીજે ચંદ્ર પૂજ્યો,
રમજાન પણ સાથે દોડતી આવી,
સાતમે ઘુઘરીની રાત લાવી,
આઠમે હવન કરી શ્રીફળ હોમાયું,
શ્રીફળ હોમી કન્યા ભોજ કરાયું,
નવમે ઉજવાય રામ લલ્લાનો જન્મદિન,
તેરસે પૂજ્યા મહાવીરને,
પુનમે મારુતિ જન્મ મહોત્સવ ઉજવાયો,
પુનમેથી પિતૃપક્ષે દાન દેવાયો,
અમાસે સર્વ પિતૃ તર્પણ કરાયો,
હરખભેર ચૈતર ઉજવાયો.
B+ve
-Krishna