Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગુજરાતી રસધારા (પદ્ય) ગૃપમાં
મારી રચનાને તૃતીય વિજેતા હરોળમાં સ્થાન આપવા બદલ નિર્ણાયિકાશ્રી ડૉ. માર્ગીબેન દોશીનો તથા એડ્મિનશ્રી અને ટીમનો ખૂબ ખૂબ આભાર 🙏 💐

શબ્દ - રચના
શિર્ષક - "રચના બની ગઇ "
બંધારણ - અછાંદસ

આજ અજીબો ગરીબ ઘટના બની ગઇ;
મળ્યું કોઈ અજનબી ને રચના બની ગઇ;

ભીતરમાં કંઇક તો એવું સરવરી ગયું છે,
આજ ગઝલ લખવાની પ્રેરણા બની ગઇ;

દિલ પણ લેછે ઓવારણાં એમના નામના,
ધડકતા હૃદયની હવે એ સંજ્ઞા બની ગઇ;

આંજ્યો છે આંખોમાં ઇન્તેજાર મેં એમનો,
પછી તો શું કહું એ નયનોની પ્રજ્ઞા બની ગઇ;

હાથ જરા શું ઉઠાવ્યા મેં મારા "વ્યોમ" તરફ,
એમને પામવા માટેની એ અર્ચના બની ગઇ;

...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB),
મુ. રાપર, હાલ - આદિપુર

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111795760
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now