Gujarati Quote in Motivational by મહેશ ઠાકર

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભારતે વિશ્વગુરુ બનવું હોય તો શું કરવું જોઈએ, તે ફિનલેન્ડ શીખવે છે !

18 માર્ચ 2022 ના રોજ, World Happiness Report 2022 જાહેર થયો છે. દુનિયાના ખુશહાલ દેશોમાં, ભારતનું સ્થાન 136 ઉપર છે ! ગયા વર્ષે ભારતનું સ્થાન 139 ઉપર હતું. નંબર-1 ઉપર ફિનલેન્ડ છે. તે પછી ડેનમાર્ક/આઈસલેન્ડ/સ્વિટઝરલેન્ડ/નેધરલેન્ડ આવે છે. પાડોશી બંગલાદેશ 94માં અને પાકિસ્તા 121માં સ્થાને છે ! US 16 માં અને UK 17 માં સ્થાને છે. સૌથી ખરાબ હાલત અફઘાનિસ્તાનની છે. રશિયા 80માં અને યુક્રેન 98માં સ્થાને છે. UN દ્વારા આ અહેવાલ પ્રગટ થાય છે. આ રીપોર્ટ માટે 150 દેશોમાં; વ્યક્તિદીઠ વાસ્તવિક GDP/સામાજિક સમર્થન/સ્વસ્થ જીવન/સ્વતંત્રતા/ઉદારતા/ભ્રષ્ટાચારનું ઓછું પ્રમાણ વગેરે બાબતો ધ્યાને લેવાય છે.

ફિનલેન્ડ શામાટે નંબર-1 પર છે? [1] સૌને સમાન ભાવથી દેવામાં આવે છે. ભેદભાવ નથી. સમાન તકો. [2] સરકારી સુવિધાઓ પ્રાપ્ત કરવામાં વ્યક્તિનો સામાજિક કે આર્થિક દરજ્જો ધ્યાને લેવાતો નથી. [3] આ દેશમાં કોઈ ઘર વિનાના નથી ! ઉચ્ચ જીવન સ્તર. [4] સૌને/ગરીબોને પણ સર્વોત્તમ શિક્ષણ અને આરોગ્ય સવલતો કોઈપણ ફી વિના મળે છે. જેનાથી સંતૃષ્ટિ સ્તર ઊંચો રહે છે. [5] કુદરતી સૌંદર્ય/ગાઢ જંગલો/સાફ-સ્વચ્છ નદીઓ/પ્રદૂષણ મુક્ત વાતાવરણ.રહેવા માટે ઉત્તમ. પ્રકૃતિ વચ્ચે માણસ ખુશ રહે છે.[6] ખુશહાલી સ્તર ઊંચો હોવાથી ક્રાઈમને દર નીચો રહે છે. ઓછું ક્રાઈમ, લોકો સુરક્ષિત છે. [7] રોજગાર લક્ષી શિક્ષણ, જેથી યુવાનો વિકાસ કરી શકે, ખુશ રહી શકે. રોજગારના વધુ અવસર મળે છે. [8] માભાગના મધ્યમ વર્ગના લોકો છે, ગરીબી સાવ ઓછી છે. અમીરો પોતાની સંપત્તિનો દેખાડો કરતા શરમાય છે. [9] 9 ધોરણ સુધીનું શિક્ષણ ફરજિયાત. [10] દર 4 વ્યક્તિએ 1 વ્યક્તિ કોઈ ધર્મ સાથે જોડાયેલ નથી ! ધાર્મિક નશાનો અભાવ. કટ્ટરતાનો અભાવ. લોકો ઉદાર અને માનવવાદી.

વિશ્વગુરુના સૂત્રો/ધાર્મિક સૂત્રો પોકારવાથી દેશ ઊંચો ન આવે ! દેખાડો કરવાથી વિકાસ થઈ જતો નથી કે લોકો ખુશ થઈ જતા નથી ! ધર્મનો નશો કટ્ટરતા તરફ/વિનાશ તરફ દોરી જાય છે ! ભારતે વિશ્વગુરુ બનવું હોય તો શું કરવું જોઈએ, તે ફિનલેન્ડ શીખવે છે !

-મહેશ ઠાકર

Gujarati Motivational by મહેશ ઠાકર : 111795431
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now