Gujarati Quote in Poem by તેજસ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

થોડીક વાર લાગી કોઈક વાત યાદ કરતા ત્યારે,
શબ્દો કાને પડ્યા એમનાં કે હવે હું થોડું ભૂલી જાઉં છું.
ઉંમરના આ મુકામે એટલા ટેકા કર્યા છે સાહેબ,
બસ મનને શાંતિ મળે એ માટે હવે થોડું ભૂલી જાઉં છું.

માણસ તો કોઈ પારકા હોતા જ નથી ક્યારેય,
પારકાને પોતાના કરતું સ્મિત હંમેશા વેરી જાઉં છું.
માણસને માણસની જરૂર છે એવુ લાગે ત્યારે,
કયારેક કરેલી એની નફ્ફટાઈ, પાછી ભૂલી જાઉં છું...

કીધાં-લીધાની રીત બતાવી, હિસાબ કરનારા મળે ત્યારે,
માં-બાપનાં સંસ્કારો રાખી, સમજને ઉપર કરી જાઉં છું.
સમાજને ઢાલ બનાવી ચાલનારા, ચાલ ચાલે ત્યારે,
સમજું લોકોની ચાલ, સમજ્યાં છતાં હું ભૂલી જાઉં છું...

મૂળભૂત કલર ભેળવીને અગણિત રંગ ફેલાવતો હું,
કાળામાં બધું કાળું થાય એ સાદો નિયમ ભૂલી જાઉં છું.
ઇન્દ્રધનુષને એક પ્રકાશપુંજથી રચાનારો હું આજે,
મારા સૂરજરૂપી અસ્તિત્વને સાંજ પડે ભૂલી જાઉં છું...
મનને શાંતિ મળે એ માટે હવે થોડું ભૂલી જાઉં છું.
- તેજસ

-tejash belani

Gujarati Poem by તેજસ : 111794096
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now