આંખોમાં આવેલા અશ્રુઓનું શું ?
નયન સુકાય ને હૈયું ઠાલવું પણ ક્યાં ?
પગથીઓ જીવનની ભરેલી કંટક ને કકરા ,
અધવચ્ચે વિસામો ખાઉં, તો પીડા વધે ઘટે ક્યાં ?
ભેદ વિચ્છેદ કરવા સમય નથી એટલો ,
ને પાણીમાં પૂરા ગોતવા બેસું એવો નવરો ક્યાં ?
હારીને થાકીને ફરી માથે હાથ દઈને નાખું નિઃશ્વાસ ,
વિટંબણાઓ વાગોળું એટલો દુઃખીયારો ક્યાં ?
હું તો આમ જ નિરાશાનો ભેટો કર્યા કરું ,
પણ પ્રભુ તું મને નિરાશ થવા જ દે છે ક્યાં ?
ઉર્મિ