સંબંધો અગણિત ને દરેક સંબંધમાં ગણિત...
સાચું પડે તો જિંદગી વાહ વાહ,તમે આવ્યા!....
ને ખોટું પડે તો આપણને આ ક્યાં ભટકાયા...
વિશ્વાસ કોઈ પર નહિ પણ ટ્રસ્ટ તો છે બધા પર...
સૌ કોઈ છે આપણા પણ હૃદય થી તો એ બધા પણ પર...
ઈમોશન ના સરવાળા થાય છે વારંવાર ....
અને જવાબમાં લાગે ચક્રવૃદ્ધિ વ્યાજ ...
સમયસર હિસાબ થાય તો ઠીક...
નહિ તો શરૂ થાય ભાગાકારને પછી બાદબાકી ની બીક ...
શૂન્ય થી શરૂ થયેલો સંબંધ શૂન્યમાં જ થાય પૂરો...
વિશ્વાસને ઠેસ લાગે ને જાણે જગત નો ખ્યાલ જ બુરો...
ખાલી રફ કાગળ પર કરેલા ગણતરીના રહી જાય લીસોટા...
હૃદયમાં આવતા જવાબોની કલ્પનાઓના રહી જાય પરપોટા...
બાકી તો સંબંધો અગણિત અને દરેક સંબંધમાં ગણિત ...
Tru....