Gujarati Quote in Poem by Bhargav Jagad

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એમ જ વાતોથી શરૂ થયેલી દોસ્તી ખાસ થઈ જશે એવી કોને ખબર હતી,
અજાણ્યા પણ એક દિવસ જાણીતા લાગશે એવી પણ કોને ખબર હતી....

નાની નાની વાતમાં ઝગડો એવો કરે જાણે કે સંબંધ ખતમ કરી દેશે,
વાત કરવા વગર એક ક્ષણરહી ન શકાશે એવી પણ કોને ખબર હતી.....

જે વાત માતા પિતાને નહીં શકાય એ દોસ્ત સામે બેફિકર કહી શકાય,
કહ્યા વિના આપણી બધી વાતો સમજી જશે એવી પણ કોને ખબર હતી....

ગુસ્સો કરે, ધમકી આપે ને નારાજ પણ થઈ જાય કોઈક વાર તો,
હક જતાવીને આપણી પાસે ધાર્યું કરાવશે એવી પણ કોને ખબર હતી....

ટોપિક વગર કલાકો વાત થાય ને કારણ વગરની લડાઈઓ થાય,
હર્ટ થાય એવું બોલી દે પણ દિલમાં કંઈ પણ ના હોય એ પણ કોને ખબર હતી....

આખી દુનિયામાં આવાં દોસ્તો મળવા એ પણ કિસ્મતની જ છે વાત,
દોસ્ત સાથે મસ્તી કરવામાં પણ ખુશી મળશે એવી પણ કોને ખબર હતી....

-Bhargav Jagad

Gujarati Poem by Bhargav Jagad : 111793404
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now