✍🏻ગુજરાતી રસધારા (પદ્ય) ગૃપમાં
મારી રચનાને તૃતીય વિજેતા હરોળમાં સ્થાન આપવા બદલ નિર્ણાયિકાશ્રી સરોજબેન નો ખૂબ ખૂબ આભાર 🙏 💐 💐 💐 💐 💐
શબ્દ - ધુળેટી
પ્રકાર- મૌલિક
બંધારણ - અછાંદસ
હૈયામાં ખીલ્યો પ્રેમનો ફાગ કે આવ્યો ફાગણ અલબેલો;
કેસુડાનો છવાયો વરણાગ કે આવ્યો ફાગણ અલબેલો;
લાલ, પીળો અને વાદળી રંગમાં,
ખોવાયાં છે એકબીજાના સંગમાં,
કેમ રે કાઢવો દલડાનો તાગ કે આવ્યો ફાગણ અલબેલો;
કોયલ, પોપટ ને મોરલા બોલે,
તરુ, લતા સંગ સંગ મનડાં ડોલે,
વસંતે છેડ્યો સૂરીલો રાગ કે આવ્યો ફાગણ અલબેલો;
હોળી, ધુળેટીના તહેવાર લાયો,
હર્ષ, ખુશી અને ઉલ્લાસ લાયો,
દુખ, ઉદાસીને કહો ભાગ રે ભાગ કે આવ્યો ફાગણ અલબેલો;
ધરતી પર છવાઇ લીલી ચાદર,
"વ્યોમ" પર લહેરાતા વાદળ,
વર્ષા રાણી થૈ ગૈ સજાગ કે આવ્યો ફાગણ અલબેલો;
હૈયામાં ખીલ્યો પ્રેમનો ફાગ કે આવ્યો ફાગણ અલબેલો;
કેસુડાનો છવાયો વરણાગ કે આવ્યો ફાગણ અલબેલો;
...© વિનોદ.મો.સોલંકી"વ્યોમ"
GETCO (GEB)
મુ. રાપર, હાલ - આદિપુર