બાળક કહે..
ચકલી બેન, ચકલી બેન ક્યાં છો તમે, આવો ઘરે ચણ ખાવા,
ચકલી બેન, ચકલી બેન ક્યાં છો તમે, આવો ઘરે પાણી પીવા,
ચકલી બેન, ચકલી બેન ક્યાં છો તમે, આવો ઘર આંગણે રમવા,
ચકલી બેન આવ્યાં ઘરે રડતાં રડતાં, કહે પોતાની દુઃખદ વાર્તા રે,
ચકલી બેન કહે,
જંગલો બન્યા છે કોંક્રિટના, હવે મારે ક્યાં રહેવું,
ખેતરો થયાં છે ખાલીખમ, હવે મારે ક્યાં ચણવું,
પાણીનો ઉપયોગ થયો રેલમછેલ, હવે મારે કયાં પીવા જવું,
છે અસ્તિવ મારુ અહિયાં, જો હોય વૃક્ષો, ખેતરો અને પાણી,
બાળક સમજ્યો અને કહે, હા ચકલી બેન સાચી વાત,
હવે રાખું આ વાત મનમાં, કહું બધાને સાચી વાત,
બચાવું જો આ બધાને, વૃક્ષો, ખેતરો અને પાણીને,
તો જ બચશે ચકલી અને આ માનવ જાત...
મનોજ નાવડીયા
Happy World sparrow day...