કેવો હશે ને કયાંથી આવ્યો હશે આ રંગારો,
કેવી રીતે સુંદર ચિત્રો બનાવતો હશે આ રંગારો....?
રોજ જોઈએ તો પણ મન નથી ભરાતું,
કયાં રંગો થી રંગતો હશે આ રંગારો....?
રંગબેરંગી દુનિયામાં સૌને ગમે છે રહેવાનું,
કેવી રીતે આકર્ષિત કરતો હશે આ રંગારો....?
ઉદાસ મન પણ પ્રફુલ્લિત થઈ જાય એવો હોય છે જાદુ,
કેવા લાગણીકેરો ભાવ કંડરાતો હશે આ રંગારો...?
ભગવાનને અનોખી કલા આપી છે આ ચિતારાને,
કેવી રીતે ઉર્મિઓ જગાડતો હશે આ રંગારો....?
કંઈક ચમકારો હશે અહીં વારંવાર મન થાય છે એમાં ખોવાવાનું,
કેવી રીતે બધાંને ભરમાવતો હશે આ રંગારો...?
-Bhargav Jagad