તું આવ તો બઉ ગમે.
રંગ લઇ છાંટ તો બઉ ગમે.
પિચકારી મારે તો બઉ ગમે.
કીચડમાં રગદોળે તો બઉ ગમે.
હું દોડું પાછળ તું દોડે એ બઉ ગમે.
કમર પકડી કીચડમાં પછાડે બઉ ગમે.
ઠંડી થર્થર કાપું તું ગરમ પાણી રેડે તો બઉ ગમે.
આખે આખો ઘસી ઘસી નવડાવે તો બઉ ગમે.
પછી ખજૂર સાકર ધાણી આપે એ તો બઉ ગમે.
હું કાદવ ખરડાયેલો તું ખડખડાટ હસે એ બઉ ગમે.
પ્રિયા એ દિવસો યાદ આવે મને તું આવે તો બઉ ગમે.
હોળી ખજૂર ધાણી દુપટ્ટે બાંધી લાવી મને આપે તે બઉ ગમે.
- વાત્ત્સલ્ય
#HappyHoli