રંગોની છે રંગીન દુનિયા,
ક્યાંક લાલ, લીલો, પીળો,
ક્યાંક ઉડે ગુલાલ મજાનો,
તો ક્યાંક પલાળે કેસુડો તરબોળ!
રમજો સૌ મન ભરીને રંગોનો
આ તહેવાર,
ઉતારી મનનો મેલ,
રંગજો સૌને ઉમંગભેર.
રાખજો મર્યાદા સ્ત્રીઓ સંગ,
સાચવજો શરીર ભૂલકાઓનુ...
મજા બની ન જાય સજા કોઈની,
રંગજો સૌને ધ્યાનમાં રાખી
#HappyHoli