Gujarati Quote in Story by Manjula Gajkandh

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લઘુકથા
*ઝાંઝર*

"દિકરા, વહુને કહે કે મને આ ઝાંઝર અને એનો અવાજ ગમતાં નથી તો હવે એ ઝાંઝર ન પહેરે" વર્ષો પછી ઘરમાં નવી પરણેલી વહુના પગમાં ઝાંઝરનો ઝણકાર સાંભળી બાએ આંખમાં આવેલા આંસુ છુપાવતાં દિકરાને કહ્યું.

"પણ બા તમને ઝાંઝર નથી ગમતા એટલે રમા પણ ન પહેરે એ તો બરાબર નથી. એને તો બહુ વહાલાં છે ઝાંઝર બા, એ તો પહેરશે જ." દિકરો જવાબ વાળી ઑફિસ માટે નીકળી ગયો. પણ બાનું હૈયું વલોવાઈ રહ્યું હતું. વાતેય સાચી હતી. જરૂરી તો નથી કે પોતાને ન ગમતી વાત દિકરો ને વહુ પણ સ્વીકારે..

આમેય એમને ક્યાં ખબર હતી કે આ ઝાંઝરના રણકારે જ એમના જીવનમાં સૂનકાર ભરી દીધો હતો. એમણે ક્યારેય કળ પડવા નથી દીધી કે એક દિવસ એને પણ ખૂબ વહાલાં એવા આ ઝાંઝર જ લેવા ગયેલા એના પતિ આજ પચ્ચીસ વર્ષે પણ પાછા નથી ફર્યા. હા, આવી એમની લાશ અને હાથમાં એક્સિડન્ટથી રક્તરંજીત ઝાંઝર!


મંજુલા ગજકંધ ઘેલા 'ઊર્મિ'

Gujarati Story by Manjula Gajkandh : 111792704
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now