ચાલને હું અને તું બે ઘડી પ્રેમની રમત રમી લઈએ,
મજાનું આ જીવન મળ્યું છે તો એને હું અને તું જીવી લઈએ.....
સુખ દુઃખ, ચડતી પડતી તો હંમેશાં ચક્રની જેમ ફર્યા કરશે,
બધી જ ચિંતાઓ ત્યજીને આજ હું અને તું હસી લઈએ....
આ કામ ને પેલું કામ જીવનમાં એમનેમ આવ્યા કરશે
ચાલને હું અને તું બે ઘડી સુંદર જગ્યાએ ફરી લઈએ....
પ્રેમની બાજી રમવાની શરૂઆત કરી છે તો હાર શા માટે માનીએ,
હાર જીતની ફિકર કર્યા વિના હું અને તું અનમોલ ક્ષણો માણી લઈએ...
બધાંને બધું મળતું નથી, મળ્યું એમાં જ સંતોષ રાખીએ,
આ ખુબસુરત જિંદગીને હું અને તું દિલથી ચાહી લઈએ.....
કાલે જીવનમાં શુ થવાનું છે એ તો કોઈ નથી જાણી શકતું,
જે કામ અધુરું રહી ગયું એને હું અને તું પૂર્ણ કરી લઈએ....
-Bhargav Jagad