પ્રભુ તું સંગ છે, તેથી જીવન પ્રસંગ છે.
ભલે નાની મોટી જંગ છે,છતાં પળે પળ ઉમંગ છે...
તારા હોવાનો અહેસાસ છે...
માટેજ આ આયખામા જીવ છે ...
કરે દુઃખી મને મારાજ પણ
તું સંગ છે તેથી જીવન પ્રસંગ છે ..
કપરા સંજોગોમાં બધા છોડે સાથ છે ..
પણ તારો હંમેશા સાથ છે ...
પ્રભુ તું સંગ છે, તેથી જીવન પ્રસંગ છે..
- હેત