Gujarati Quote in Poem by Bhargav Jagad

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનરૂપી જંગલમાં આફતોના વાદળ તો છવાયેલા જ હશે,
એમાંથી બહાર કેમ નીકળવું એતો પોતાના પર નિર્ભર હોય...

વૃક્ષોની જેમ આપણા જીવનમાં પાનખર આવતી હશે,
પાનખરમાં કેમ ખુશ રહેવું એ વિચારશકિત ને આધીન હોય...

જંગલની જેમ પોતાનાનો સાથ છૂટતાં જોઈને ધ્રાસકો લાગતો હશે,
વિરહનો આ કષ્ટદાયક સમય પણ આપણને મુશ્કેલ લાગતો હોય.....

વૃક્ષોની જેમ જ માતાપિતા આપણને શીતળ છત્રછાયા આપતા હશે,
જયારે આપણે એમને તરછોડી દઈએ ત્યારે કેવો આઘાત લાગતો હોય...?

જંગલનો કે પછી જીવનનો નકશો હોય બદલાઈ તો જતો હશે,
આજુબાજુનું વાતાવરણ બદલાઈ તો અસર તો થતી જ હોય.....

ગમે એટલા નકશા લઈ લેશો તોપણ ભટકાઈ તો જવાતું હશે,
જંગલ હોય કે પછી જીવન એકવાર તો ભટકી જવામાં મજા આવતી હોય.....

-Bhargav Jagad

Gujarati Poem by Bhargav Jagad : 111791779
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now