ગ્રહોની તો ખબર નહીં પણ પોતાના અહંમ સૌને નડે છે,
બધાં ગ્રહો મળે એ જરૂરી નથી પણ મનમેળ હોવો જોઈએ...
ગ્રહો ને નક્ષત્રની સ્થિતિ તો બદલાઈ જાય છે, મનમાં પેદા થયેલી શંકાની દિશા બદલાતી નથી....
આપણા દેશમાં ભાષાઓનું આગવું મહત્વ છે,
ભાષા વગર તો પોતાની ઓળખાણ ન આપી શકાય...
શીખવા વગર આવડી જાય એવી પ્રેમની ભાષા છે,
બીજી ભાષાઓ તો શીખવા માટે મહેનત કરવી પડે....
મારી સફરમાં તો મારા શ્વાસો જ દગાખોરી કરે છે,
નહીંતર કોઈને પણ અંત સુધી સાથ આપી શક્યા હોત....
જેનો આરંભ છે એનો અંત તો સુનિશ્ચિત છે,
મોહરૂપી ઈચ્છાનો કયારેય પણ અંત થતો નથી....
-Bhargav Jagad