એના રૂપરંગમાં એવો જાદુ કે આ દિલ ઘાયલ થયું,
એના ચહેરાની ખોટી મુસ્કાનમાં આ આંખો અંજાઈ ગઈ...
નજરથી નજર મળીને નવા સંબંધોની શરૂઆત થઈ,
પહેલાં દોસ્તી પછી વાતો કરવાની શરૂઆત થઈ ગઈ.....
થોડી તકરાર ને થોડી મસ્તીમાં સમય વિતી ગયો,
દોસ્તી ગાઢ થઈને એની ને મારી અદ્ભુત જોડી બની ગઈ....
અમારા જીવનના દરેક વળાંકનું રંગીન ચિત્ર બનાવ્યું,
સાવચેતી રાખી છતાં પણ એક મોટી ભૂલ થઈ ગઈ....
પ્રેમનો એકરાર કરવા માટે ચિત્રરૂપી વાર્તા બનાવાનું નક્કી કર્યુ,
છૂટ્યો તારો સાથને મારા પ્રેમની વાર્તા અધૂરી રહી ગઈ...
આપેલા બધાં વચનો ખોટા સાબિત થઈ ગયાં,
પ્રેમ અધૂરો રહી ગયોને જીવનની વાર્તામાં કમી રહી ગઈ....
-Bhargav Jagad