ક્યારેક માણસ લાગણીઓને ખોટી જગ્યાએ રોકાણ કરે છે..
ખબર જ છે કે ત્યાંથી કશું જ મળવાનું નથી તેમ છતાંય
ત્યાં જ લાગણીઓને તે રોપે છે.. બિંદુ.
લાગણીશીલ વ્યક્તિ દરેક વખતે આમ જ થાપ થાય છે..
રોપાયેલા રોકાણ કરેલા સંબંધોમાં આમ જ તે માર ખાય છે
પસ્તાય છે તો વળી ઉદાસ પણ થાય છે..
તેમ છતાં ફરીથી એ લાગણીશીલ સ્વભાવથી જ તે ઊભો થાય છે
લાગણીહીન વ્યક્તિ ન સમજી શકે જો લાગણીશીલ વ્યક્તિ ને તો
એમાં લાગણીશીલ વ્યક્તિ કંઈ જ ગુમાવતો નથી
પણ હા ! લાગણીહિન વ્યક્તિ એક સાચા અને સારા વ્યક્તિ નો સાથ હંમેશા માટે ગુમાવી જાય છે...
10:35 AM 01/03/22
-Bindu _Anurag