#ચાંપાનેર_ (#પાવાગઢ )#ઇતિહાસ
👉#-1
👉વિશ્વામિત્રની પાસે જે કામધેનુ ગાય હતી તે એક દિવસ ચાંપાનેરમાં ખાઈમાં પડી અને જે ખાઈમાંથી તે બહાર ના આવી શકતા તેણે પોતાના દૂધની રસધારથી સમગ્ર ખાઈ ભરી દીધી અને આ દૂધમાં તરીને બહાર નીકળી. અને ભગવાને વિશ્વામિત્રના કહેવાથી અહિયાં આ આખા ખાઈને પાણીથી ભરીને અહિયાં વિશ્વામિત્રી નદી બનાવી.
👉આ વિસ્તારનું નામ હકીકતમાં પાવક ગઢ હતું જેનું અપભ્રંશ થઈને બન્યું છે પાવાગઢ.
👉આ પાવાગઢ ઉપર સૌથી પહેલા નજર પડી કર્ણાવતીના સૌથી મોટા ક્રૂર બળાત્કારી અહમદ શાહએ આક્રમણ પછી કઈ ખાસ કરી શકાયું નહીં કેમકે ઇડરના રાજપૂતો-માળવાનો હોશંગ ગાઝી વગેરે સાથે યુદ્ધમાં વ્યસ્ત રહ્યો.
👉તેના પછી તેનો પુત્ર અને તેનો પુત્ર મહમુદ બેગડા સત્તા ઉપર આવ્યો જેણે "ફક્ત" ઈસ્લામિક ઝંડાના પચારાર્થે ચાંપાનેર ઉપર પોતાની કાળી નજર નાખી.
👉રાજપૂતોનો ત્યાં ત્રણ તબક્કામાં મોરચો તૈયાર હતો. જેમાં પ્રથમ હતો અટકનો કિલ્લો જ્યાં મેદીનું તળાવ આવેલું છે. જે આજે પણ જોવા મળે છે.
👉 બીજા તબક્કામાં થોડા ઉપર આવો એટલે મોહોતી નામનો દરવાજો છે અને ત્રીજો તબક્કો છે સદન શાહ દરવાજા.
👉 અહિયાં સાત મહલ વાળી ઊંચી ઇમારત પણ હતી જ્યાં રાણીઓ બેસીને જંગલમાં આખેટ કરતાં તેઓના રાજાઓને નિહાળતી. ત્યાં એક નગર હવેલી પણ હતી. અને આજે પણ ત્યાં જયસિંહ ( પતાઈના રાજાનો મહેલ છે જ્યાં રાણીઓએ જૌહર કર્યું હતું ).
👉 ચાંપાનેર તે સમયે કર્ણાવતી-સુરતની કક્ષાનું વ્યાપારી-સામાજિક દ્રષ્ટિએ વિકસિત નગર હતું.
👉 1482 માં ગુજરાતમાં દુષ્કાળ પડ્યો અને મહમુદ બેગડાની નજર ચાંપાનેર ઉપર પડી તેના સૈન્યએ હુમલો કર્યો અને ચાંપાનેરમાં હારીને કપાઈને પાછા ફર્યા.
👉 આ હારથી અકળાઇને મહમૂદ બેગડાએ ખૂબ મોટી સેના સાથે બરોડાથી આગળ ઘેરો ઘાલ્યો જ્યાં રાજપૂત રાજાઓએ તેની સાથે સંધિ કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ બેગડા માન્યો નહીં.
👉 પતાઈ રાજા જયસિંઘએ પણ લડાઈનો નિશ્ચય કરી લીધો. અને પોતાના દોસ્ત-સાથીદાર માળવાના ગ્યાસુદદીન જેને એક સમયે આ રાજપૂતોએ બચાવ્યો હતો તેને કહેણ મોકલ્યા.
👉 પણ આ ગ્યાસુદદીનની પાસે બેગડાએ ઈસ્લામિક કાજીને મોકલ્યો અને પાછો જવા મનાવી લીધો. ગ્યાસુદદીનએ ઈસ્લામિક કહેણ માટે મૈત્રીક ગદ્દારી કરી.
👉 રાજપૂતોને કિલ્લા તોડીને હરાવવા એ અશક્ય વાત હતી પણ રાજપૂતો રોજ સવારે પૂજાપાઠ કરવા કિલ્લો મૂકીને જતાં હતા તે વાતની ખબર બેગડાને ખબર પડી ગઈ. અને એણે કિલ્લા ઉપર કબજો જમાવ્યો.
👉 700 રાજપૂતોએ કેસરિયા કર્યા અને તેઓની રાણીઓ અને બાળકોએ જૌહર કર્યા અને બધાએ પોતાની કાયા કપાવી નાખી.