આ સ્ત્રી માટે લખાયેલી સરસ રચના છે.
લેખકનું નામ મને ખબર નથી પણ ...
જે પાત્રમાં ઢાળો, ઢળી જશે - જળ છે *સ્ત્રી*
દરેકના જીવનમાં ભળી જશે - પળ છે *સ્ત્રી*.
જોઈએ છે તેને સ્નેહ અને સન્માન, ફક્ત,
તે માટે બધાથી લડી જશે - પ્રબળ છે *સ્ત્રી*.
છેતરાઈ ભલે જાય, જાણવા છતાં ભરોસામાં,
મનને એ તરત કળી જશે - અકળ છે *સ્ત્રી*.
મંજિલ તેની ફક્ત હૃદયના સ્તર પર સંતોષ.
પ્રેમ આપશો તો મળી જશે - પ્રેમાળ છે *સ્ત્રી*.
કોશિશ સતત, બધાને ખુશ રાખવાની છે
ભવ્ય રીતે
બધાયના જ જીવન ફળી જશે - સફળ છે *સ્ત્રી*.
🌹Happy women's day🌹